Main Menu

naadnews

 

હેપ્પી બર્થડે


બોટાદ ખાતે ખીજાવાડી વિસ્તારમાં બેભાઈઓ પર હુમલો : ૧નું મોત

બોટાદના ખોજાવાડી વિસ્તારમાં બેભાઈઓ પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા એક ભાઈનું મોત નિપજવા પામ્યું છે. જયારે અન્ય એકને સારવાર અર્થે બોટાદ ની સોનાવાલા હોસ્પિટલ ખસેડાયો છે. બનાવ સ્થળેથી મળતી વિગત મુજબ બોટાદના હરણકુઈ ના નવામદ્રાસા પાસે રહેતા અને રીક્ષાનું ગેરેજ ધરાવતાં ઈમરાનભાઈ ભીખાભાઈ અને તેના ભાઈ ઈરફાનભાઈ પર રાત્રીના ૮-૩૦ વાગ્યાના અરસામાં ત્રણ શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરતા બન્ને ભાઈઓને લોહીયાળ ગંભીર ઈજાઓ થતા ઈમરાનભાઈનું મોત નિપજવા પામ્યું હતું જયારે ઈરફાનભાઈને સારવાર અર્થે બોટાદ ની સોનાવાલા હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની જાણ થતાં બોટાદ પોલીસ મથકનો સ્ટાફ, એલસીબીRead More


માણાવદર શહેરમાં વિના મૂલ્યે નિરાધાર લોકોને ટીફીન સેવા પુરી પાડતા શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટની અવિરત પણે અાગેકુચ જારી છે.

માણાવદર શહેરમાં વિના મૂલ્યે નિરાધાર લોકોને ટીફીન સેવા પુરી પાડતા શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટની અવિરત પણે અાગેકુચ જારી છે. સને ૨૦૧૪ માં શ્રી જલારામ સેવા સમિતિને નામે માત્ર પાંચ ટીફીનથી ટીફીન સેવાની શરૂઅાત કરતા શહેરીજનોના સાથ અને સહકારથી માસિક દાનની મળતી રકમ માથી અા ત્યાય વધતો ગયો અને અાજે લગભગ ૧૧૦ નિરાધાર અને અસહાય લોકોને વિના મૂલ્યે ધર બેઠા ટીફીન પહોચાડવામાં અાવે છે સેવા સમિતિનાં સભ્યો પોતાના મોટર સાયકલ ઉપર ટીફીનો પહોચતા કરતા હતા તે દરમ્યાન અા સેવાકાર્ય ની રાજકોટનાં પ્રખ્યાત “બોલબાલા” ટ્રસ્ટ રાજકોટનાં ચેરમેન શ્રી જયેશભાઈના કાને વાત જતાRead More


બોટાદ ના ઢસા બેંક ઓફ બરોડા દ્વારા આજરોજ ૧૧૧ માં સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી

ઢસા બેંક ઓફ બરોડા દ્વારા આજરોજ ૧૧૧ માં સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી_બેંક ઓફ બરોડા ના ૧૧૧ મા સ્થાપના દિન નિમિત્તે ઢસા બેંક ઓફ બરોડા દ્વારા વૃક્ષરોપણ અને વિદ્યાર્થીઓ નું સન્માન સરકારી સ્કુલોમાં ચોપડાં વિતરણ કરવામાં આવ્યું હતું_જેમાં ઢસા બેંક ઓફ બરોડા ના મેનેજર.જીતેન્દ્ર પ્રતાપશીગ. બેંક ઓફ બરોડા નો સ્ટાફ દ્રારા ઢસા ની આજુબાજુના ગામોમાં જય સરકારી સ્કુલોમાં વૃક્ષ રોપણ.ચોપડા વિતરણ નુ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા મહેતર.અફજવ.દ્રારા પણ જહેમત ઉઠાવવામાં આવી હતી.._ અહેવાલ-અબ્બાસ.મહેતર.ઢસા


લીંબડી તાલુકા ના જાબું – રામરાજપર રોડ ઉપર કેનાલ પાસે થી દેશી દારૂ સાથે 1 વ્યક્તિ ને પકડી પાડતી પાણસીના પોલીસ

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી* દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, *દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પાર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ* હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને  સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશન ના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે…._ લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનRead More


રાણપુરના માલણપુર ગામે PM લાઈવ પ્રોગ્રામ તથા બચત જાગૃતિ સેમિનાર યોજાયો

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના માલણપુર ગામે રેશનકાર્ડ દુકાનદાર જયેશભાઈ પ્રભુભાઈ ઘાઘરેટીયા CSC સેન્ટર ધરાવે છે તેમના દ્વારા પ્રધાનમંત્રી દ્વારા DDUGJY યોજનાનો લાઈવ પ્રોગ્રામ માલણપુર ગ્રામજનોએ નિહાળેલ ત્યાર બાદ ગ્રામ્ય રોકાણ અને બચત જાગૃતિ સેમિનાર નુ આયોજન કરવામાંઆવ્યુ હતુ જેમા નાગરીકો ને નાણા બચત માટેની યોજનાઓ તથા વિવિધ સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં બોટાદ સી.એસ.સી બોટાદ જીલ્લા પ્રબંધક વિપુલભાઈ દેશાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ રિપોર્ટ-વિપુલ લુહાર


બોટાદ માં સુર્યસેના ની સ્થાપના કરવામાં આવિ

તારીખ 21/7/2018 ને શનીવાર ના રોજ બોટાદ શહેરના ગાયત્રીનગર ખાતે કાઠી ક્ષત્રીય સમાજ એક માત્ર સંગઠન એટલે કે સૂર્યસેના ગુજરાતપ્રદેશ બ્રાન્ડ એમ્બેસેડર શ્રી દિપકભાઈ કાઠી, ગુજરાતપ્રદેશ પ્રવક્તા હરેશભાઈ કામળીયા, ગુજરાતપ્રદેશ મહામંત્રી ભરતભાઈ સાંડસૂર તથા દિલુભાઈ સાંડસૂર ની ઉપસ્થિતિમાં બોટાદ શહેર પ્રમુખ તરીકે રણજીતભાઈ ધાધલ, સુપ્રીમો તરીકે સામતભાઈ જેબલીયા ની નિયુક્તિ કરવામાં આવી સાથે સાથે સૂર્યસેના ગુજરાત પ્રદેશ ના ઉપ સુપ્રીમો તરીકે ભાભલુભાઈ ખાચર (ભાભા) અને સૂર્યસેના ગુજરાત પ્રદેશ ના મિડીયા પ્રભારી તરીકે અમિરાજભાઈ ધાધલ ની નિયુક્તિ કરવામાં આવી.


ગઢડા તાલુકાના જલાલપર એસ.ડી.વઘાશીયા હાઇસ્કુલમાં “તમાકુ મુકત શાળા” અને એમ.આર.વેંકસિન અંગે કાર્યક્રમનું આયૉજન કરવામાં આવ્યુ

શાળા તમાકુ મુકત બને અને એમ.આર.વેંકસિન- મેલેરિયા વિશે જાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.ઓ.માઢક સાહેબના માર્ગદર્શનથી આજરોજ તા ૧૯/૭/૨૦૧૮ ના રોજ બોટાદ જિલ્લામા ગઢડા તાલુકાના જલાલપર એસ.ડી.વઘાશીયા હાઇસ્કુલમાં તમાકુ મુકત શાળા બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી.જેમા બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન જીલ્લા આઈ.ઇ.સી.ઓફિસર એમ.કે. મુંધવા ની હાજરીમાં કરવામાં આવી.જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુઆ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી સિંધવ વિજયભાઈ, કિશોરભાઈ, અશ્વિનભાઈ, અલ્પેશભાઇ, સાધનાબેન, વાધજીભાઇ, યૉગીરાજસિંહ, કૃષ્ણાબેન, કિંજલબેન, કર્મેંશભાઇ અને સોશ્યલRead More


બોટાદ ના ભાવનગર રોડ પર પીયાગો રીક્ષા અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત

બોટાદ ના ભાવનગર રોડ પર પીયાગો રીક્ષા અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત .. બોટાદ ના ભાવનગર રોડ પર આવેલ કળથીયા સ્કૂલ પાસે પીયાગો રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો જેમા બાઇક ચાલને ઇર્જા થતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અહેવાલ-મિલન બગડીયા;બોટાદ


ગઢડા તાલુકાના ઢસાગામ માં ધર અને સ્કુલો માં પાણી ભરાયા

ગઢડા તાલુકાના ઢસાગામ માં ઘુસ્યા પાણી.તંત્ર ની બેદરકારી ના કારણે લોકો ના ઘર માં સરકારી સ્કુલોમાં મંદિર મા ઘુસ્યા પાણી. ગઢડા તાલુકાના ઢસાગામ માં આવેલ સામાકાઠા વિસ્તારમાં આજરોજ બપોરના આવેલ ભારે વરસાદ ના કારણે લોકો ના ઘર માં સરકારી સ્કુલોમાં મંદિરો માં ઘુસ્યા હતાં પાણી._સમગ્ર બનાવ અગે જાણવાં મળતી માહિતી મુજબ ગઢડા તાલુકાના ઢસાગામ ખાતે આવેલ શંકર પરા વિસ્તારમાં આજરોજ બપોરના આવેલ ભારે વરસાદ ના કારણે મંદિર અને સરકારી સ્કુલ માં ઘરો માં પાણી ઘુસ્યા હતા.જેનું કારણ એવુ પણ જાણવા મળ્યું હતું કે ભાવનગર રાજકોટ હાઇવે રોડ નવો બનાવા માRead More